આજે તારીખ 13/09/2025 શનિવારના રોજ સાંજે 5 કલાકે આપેલ માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના નાનસલાઈ મુકામે રહેતા પ્રજેશકુમાર અશ્વિનભાઈ પટેલ જે ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓના પત્ની સાથે રણીયાર મુકામે સાસરીમા અંગત કામે ગયેલ હતા તેઓ પોતાના ઘરે નાનસલાઈ પાછા આવેલ હતા. ઘરે આવતા તેઓ ચોંકી ઉઠયા હતા તેઓના મકાનનું તાળું તૂટેલ હતું જેથી તેઓ પોતાના ઘરની અંદર જતા તેઓને ઘરનો બધો સર-સામાન વેરવિખેર હાલતમાં જોવા મળેલ હતો.