જુનાગઢ જિલ્લાના મેંદરડા ગામમાં ભારે વરસાદને કારણે મોટી તારાજી સર્જાઈ છે. મેંદરડાથી આબાળા જતા રોડ પર આવેલા પુલની સાઇડમાં મોટું ધોવાણ થયું છે. સ્થાનિક વાસીઓના જણાવ્યા મુજબ, ભારે વરસાદને કારણે પુલની સાઇડ વરસાદી પાણીમાં તણાઈ ગઈ છે, જેના કારણે પુલની મજબૂતાઈ પર પ્રશ્નાર્થ થયો છે. તંત્રના અધિકારીઓએ સ્થળ પર તપાસ કરી હોવાનું કહેવાય છે, પરંતુ તેમ છતાં કોઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી નથી. "જો કાલ સવારે કોઈ ઘટના બને તો તેનો જવાબદાર કોણ રહેશે?"