ગાંધીનગર મહાનગર પાલિકાના પાણીનું ટેન્કર કલકેટર કચેરી આગળ વિકાસના ખાડામાં ફસાઈ ગયો હતો. છેલ્લા કેટલાક સમયથી કલકેટર કચેરી સેકટર 11 ખાતે વિકાસના કામો ચાલી રહ્યા છે. ત્યારે પાણીનું ટેન્કર એજ ખાડામાં ફસાઈ જતા મહાનગરપાલિકા ની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે. આ સમસ્યા છેલ્લા કેટલાક સમયથી ઉભી છે. આ સમસ્યા થી ક્યારે છુટકારો મળશે તેવી ચર્ચાઓ લોક મુખે ઉઠી રહી છે.