રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે તે માટે વકીલો મેદાને આવ્યા છે. આ મામલે ભાજપના લીગલ સેલના વકીલો દ્વારા રાજકોટના સાંસદો અને ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવી છે.વકીલોએ સરકાર સુધી તેમની માંગણી પહોંચાડવા માટે સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. તેઓએ જણાવ્યું કે, વિવિધ કેસો માટે વકીલો અને અરજદારોને ૪૦૦ કિલોમીટર દૂર અમદાવાદ હાઈકોર્ટના ધક્કા ખાવા પડે છે. હાઈકોર્ટના પેન્ડિંગ કેસોમાં સૌથી વધુ કેસો સૌરાષ્ટ્રના છે.