ગોધરા નજીક રાણીપુરાના વણઝારા ફળિયાના બે વ્યક્તિઓ બાઈક પર જઈ રહ્યાં હતાં ત્યારે ઠાગાવાડા પાસે કાર સાથે અથડાતા ગંભીર રીતે ઘાયલ થયા. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકચાલકોને માથા અને શરીરે ભારે ઈજાઓ પહોંચી. સ્થાનિક લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા, જ્યાંથી હાલત ગંભીર હોવાથી વડોદરા SSG હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા. ઘટનાના પગલે ભીડ એકઠી થઈ અને લોકોએ આક્ષેપ કર્યો કે કારચાલક શિક્ષક દારૂના નશામાં હતો.