વાસદ પોલીસ મથક ખાતેથી શનિવારે સાંજે 5 વાગે મળેલી માહિતી મુજબ આણંદ તાલુકાના રૂપારેલ ગામના વકીલ રાજુભાઈ મગનભાઈ પટેલ પોતાના ઘરેથી પોતાની કાર લઈને આણંદ જવા માટે નીકળ્યા હતા અને ગોપાલપુરા પાસેથી પસાર થતા હતા ત્યારે પાછળ આવતી કારના ચાલક મોગરના જયદીપ રાણાએ સાઈડ આપવા બાબતે રાજુભાઈની સાથે ઝગડો કરી ગાળો બોલી ફેંટ પકડી માર માર્યો હતો.