જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનાના તાલુકાના ચોરવાડ ખાતે શહીદ રાકેશભાઈ ડાભીના પાર્થીવ દેહ માદરે વતન પરત લઈ આવતા ચોરવાડ ગામ સ્વયંભુ બંધ રહ્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપી તેમનાં પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અગ્નિવિર રાકેશભાઈ ડાભી બરફના તોફાન માં ફરજ બજાવતા હતા અને શહિદ થયા હતા અને 2 વર્ષ પહેલાં જ માતૃભૂમિ ની રક્ષા કરવા માટે સેનામાં જોડાયા હતા શહિદ થયાના સમાચાર સાંભળતા ચોરવાડ શોક મગ્ન બની ગયું હતું