ગાંધીનગર ના વાવોલની શુભમ રેસિડેન્સીમાં નશાની હાલતમાં યુવકનો આતંક જોવા મળ્યો હતો. સ્થાનિકો દ્વારા જણાવામાં આવ્યું હતું કે એક યુવક નશાની હાલતમાં જાણવા મળી રહ્યો હતો. યુવકને રોકવાનો પ્રયાસ કરતા યુવકે કાર ઝડપે હંકારી હતી અને અન્ય યુવકો ઉપર ગાડી ચડાવી હોવાનો દ્રશ્યો સોસાયટીના CCTVમાં કેદ થયા છે. યુવકે નશાની હાલતમા સોસાયટી ના ગેટ સાથે કાર ભટકાવી હતી. હાલ બન્ને પક્ષો નો સમાધાન થયો હોય તેવી પ્રાથમિક માહિતી વવોલના સ્થાનિક દ્વારા આપવામાં આવી હતી.