ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં છે, તંત્ર દ્વારા આ માર્ગનું પેચવર્ક કરવામાં આવે છે પરંતુ અહીંયા પથ્થરની ખાણો અને કોરીઓ આવેલી હોવાથી ભારે વાહનોની અવર જવર વધારે છે જેના કારણે રોડ પર ખાડાઓ પડી જાય છે અને માર્ગ બિસ્માર બને છે જેનું નવીનીકરણ કરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે, સાથે આ માર્ગ ઉપર નવા માલજીપુરા બસ સ્ટેન્ડ નજીક કેનાલ પર આવેલું નાળું છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં છે,