સુરત શહેરના ભેસ્તાનમાં ગેસ સિલિન્ડરની કાળા બજારીના નામે ધમકી આપી ખંડણી માંગતા બે કથિત પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ એક વેપારી પાસે રૂપિયા 25,000 નો હપ્તો માંગ્યો હતો અને ન આપવા બદલ સમાચાર છાપી બદનામ કરવાની ધમકી આપી હતી. આખરે, તેમણે વેપારી પાસેથી રૂપિયા 5,000 પડાવી લીધા હતા.આ ઘટના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી, જ્યાં બે કથિત પત્રકારો, જેમની ઓળખ કૃષ્ણા પાટીલ અને ઘનશ્યામ પાટીલ તરીકે થઈ છે, તેમણે એક વેપારીને નિશાન બનાવ્યો હતો.