ગુરૂવારના 2:15વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસાડના સુગર ફેક્ટરી ઓવર બ્રિજ પાસે મુંબઈ થી સુરત જતા ટ્રેક ઉપર swift કારના ચાલકે ખાડાના કારણે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારતા અકસ્માત સર્જાયો. કારમાં સવાર લોકોને સામાન્ય ઇજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર હેઠળ ખસેડાયા હતા.