વાપી જીઆઈડીસી ફોર્ટી શેડમાં ગાયત્રી સ્ટીલ એન્ડ પાઇપ્સના સંદિપ ભીખાભાઈ પટેલે જીઆઈડીસી પોલીસમાં છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે. સ્ટીલ બ્રોકર તરીકે ઓળખ આપનાર રાજ અશોક પટેલે વિવિધ કંપનીઓની પાર્ટીઓ સાથે જોડાણ હોવાનું કહી માલ વેચાણ માટે સંપર્ક કર્યો હતો.