જૂનાગઢના નહેરૂ પાર્ક સોસાયટીમાં રહેતા વિજયભાઇ પુંજાભાઇ વાછાણી જે શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝના સંચાલક છે તેઓએ પોતાના કારખાનાનું વેસ્ટ કલર યુક્ત પાણી નદીમાં છોડી નદીનું પાણી દુષિત કરેલ હોય તેમજ જાહેર રોડ પર કચરાના ઢગલા કરી અડચણ ઉભી કરેલ હોય તેમજ પોતાના કારખાનામાં બહારના રાજયના મજુરો રાખી પોલીસ સ્ટેશનમાં જાણ ન કરી જાહેરનામાનો ભંગ કરેલ હોવાથી તેમની સામે તાલુકા પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.