બીલીમોરા એસ.ટી. ડેપો ખાતે મુસાફરોની સલામતી અને સુવિધા વધારવાના હેતુથી 6 નવીન અને આધુનિક સુવિધાઓ ધરાવતી એસ.ટી. બસોને આજે ધારાસભ્ય નરેશ પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે તેમણે મુસાફરોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે નવી બસો દ્વારા મુસાફરોને વધુ આરામદાયક, સલામત અને સમયસર સેવા મળશે. આ પહેલથી બીલીમોરા તથા આસપાસના વિસ્તારોના મુસાફરોને મોટી રાહત મળશે અને જાહેર પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત બનશે.