સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં હોમગાર્ડ તરીકેની ફરજ બજાવતા ધીરજ જાદવને બેભાન અવસ્થામાં નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. સારવાર અર્થે ખસેડાયેલા હોમગાર્ડ જવાને ઉપરી અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. અડધી રાતે ઓફિસે બોલાવી ખોટી રીતે કનડગત કરતા હોવાની પણ ફરિયાદ હોમગાર્ડ જવાને કરી હતી. જ્યાં ઉપરી અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કનદગત અંગે ઘટતું કરવામાં આવે તેવી માંગ ઉચ્ચ અધિકારીઓ પાસે કરી હતી.