સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી સહિતની ટીમ દ્વારા થાનગઢના રાવરાણી ગામના સીમ વિસ્તારમાં દરોડો કર્યો હતો જે દરમિયાન ગેરકાયદેસર કોલસાની ચાર ખાણો પરથી ચરખી કોલસાનો જથ્થો અને અન્ય ખનિજની સામગ્રી સહિત કુલ ૪૦ લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.