અરવલ્લી જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદને કારણે શામળાજી–ભિલોડા સ્ટેટ હાઇવે પર ફરી પાણી ભરાયા છે. ડાયવર્ઝન પર પાણી ફરી વળતા માર્ગ સંપૂર્ણપણે બંધ કરવો પડ્યો છે.સાથે જ શામળાજી–ઇડર સ્ટેટ હાઇવે પર પણ પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થઇ ગયો છે.હાલ વાહનોને અન્ય રૂટ દ્વારા ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે.વરસાદી તોફાનને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.