પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાની જીવનરેખા સમાન પંચમહાલ ડેરીની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી આ વખતે વિના મતદાન પૂર્ણ થઈ. કુલ 31 ઉમેદવારી ફોર્મમાંથી 13 પરત ખેંચાતા અંતે 18 ઉમેદવારો બિન હરીફ ચૂંટાયા છે. જેમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને વર્તમાન ચેરમેન જેઠાભાઈ ભરવાડનો પણ સમાવેશ થાય છે. ત્રણેય જિલ્લામાં દૂધ ઉત્પાદકો માટે અગત્યની ગણાતી આ ડેરીની ચૂંટણીમાં સૌની સંમતિથી મંડળ રચાતા વિકાસમુખી કામગીરી અંગે ખેડૂતોમાં આશા જાગી છે.