અમદાવાદના ગોમતીપુરમાં ગત 1 સપ્ટેમ્બરે સિગારેટ સળગાવવા માચીસ માંગતા ચાર શખ્સોએ બે યુવકો પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે યુવકે ચાર શખ્સો સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે કુલ છ આરોપીની ધરપકડ કરીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્ટ્રક્શન કર્યુ હતું. જોકે સારવાર દરમિયાન મહેશ નામના યુવકનું મોત થયું છે જેથી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો છે.