સુરતના પુણાગામ વિસ્તારમાં એક ઘરમાં રસોઈ બનાવતી વખતે ગેસ લીકેજ થવાને કારણે આગ ભડકી ઉઠી હતી. અને જોત જોતામાં આગ ઘરની અંદર પ્રસરવા લાગી હતી. દરમિયાન ઘરમાં હાજર માતા પુત્ર આગની ઝપેટમાં આવી જતા બંને દાઝી ગયા હતા. જયારે આ ઘટનાને પગલે આજુબાજુમાં રહેતા રહીશો પણ ભાગદોડ મચી ગઈ હતી. ઘટના અંગે જાણ કરવા આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને માતા પુત્રને દાઝેલી હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગ પણ ઓલાવવમાં આવી હતી