ગોધરા તાલુકાના ભામૈયા ગામે ત્રીમંદિર નજીકથી અજાણ્યા તસ્કરોએ એક બાઈક ચોરી કરી લીધી. કંકુ થાંભલા ગામે તડવી ફળિયામાં રહેતા અશ્વિનકુમાર નટવરસિંહ પરમારએ ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમની માહિતી મુજબ, 16 ઑગસ્ટના રોજ તેઓએ પોતાની મોટરસાયકલ મંદિર પાસે પાર્ક કરી મૂકી હતી, જ્યાંથી ચોરો બાઈક લઈ નાસી ગયા. ઘટનામાં તેમને અંદાજે રૂ. 25,000 નું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. પોલીસએ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે