અમદાવાદના જોધપુરમાં 50 વર્ષીય રમેશ ઠાકોરે પોતાની જાતને ગોળી મારી: આપઘાત પાછળનું કારણ અકબંધ અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલા બિલેશ્વર મહાદેવ નજીક 5 સપ્ટેમ્બરે શુક્રવારની રાત્રે 11.47ની આસપાસ 50 વર્ષીય એક વ્યક્તિએ પોતાની જાતને ગોળી મારી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા આનંદનગર પીઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે...