Download Now Banner

This browser does not support the video element.

મુળી: આંબરડી ગામની શાળામાં શિક્ષક દ્વારા બાળકોને ભોજન કરાવ્યું.

Muli, Surendranagar | Aug 23, 2025
આંબરડી પ્રાથમિક શાળામાં કાર્યરત શિક્ષક મહેન્દ્રભાઈ વસોયા તથા શિક્ષિકા ગોપિકાબેન શ્રાવણ મહિનાના ઉપવાસ કરી રહ્યા છે. આ ઉપવાસના પાવન નિમિત્તે તેમણે શાળાના તમામ બાળકો માટે વિશેષ તિથિભોજનનું આયોજન કર્યું હતું. તા. 23/08/2025 ના રોજ વરસાદી વાતાવરણ વચ્ચે શાળાના દરેક બાળકને મિક્સ ભજીયાનું સ્વાદિષ્ટ અને ભરપૂર ભોજન પીરસવામાં આવ્યું હતું. બાળકો વરસાદી માહોલમાં ગરમા ગરમ ભજીયા માણીને ખૂબ જ આનંદિત થયા હતા અને તેમના ચહેરા પર ખુશીના ઝળહળતા ભાવ દેખાયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us