ગાંધીનગર જિલ્લાના કલોલમાં પશુ હત્યાની ઘટના બની છે. કલોલમાં અમૃત હોટલ પાસે અજાણ્યા શખસો દ્વારા બે આખલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ નરાધમોએ બંને પશુનાં ગળાં કાપી માથું અલગ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ અંગે છત્રાલ ગામના લખાભાઈ ભરવાડે નોંધાવેલી ફરિયાદ મુજબ, રુદ્રમ પાર્ટી પ્લોટ નજીક ગોચરની જગ્યામાંથી ધડાકા જેવો અવાજ સંભળાયો હતો. અવાજની દિશામાં જઈને જોતાં તેમણે બે નર આખલાને મૃત હાલતમાં જોયા.