ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા થી દર વર્ષેની જેમ ચાલુ સાલે અંબાજી પગ પાણા જવા રવાના ભાદરવી પૂર્ણિમાએ જગત જનનીમાં અંબાના પ્રાગટય દિવસના દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી લાખ્ખોની સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને જાય છે , ત્યારે ભરૂચ જિલ્લાના માર્ગો ઉપર હજારો પદયાત્રીઓ માતાજીના રથ લઇ અંબાજી જવા નીકળતા જિલ્લાના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા છે . બોલ માડી અંબે જય જય અંબેના નાદથી રસ્તાઓ ગૂંજી ઉઠ્યા છે.