બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગીય માતા વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે બાદ ભાજપમાં રોષ જોવા મળી રહ્યો છે. દહેગામ એસટી ચોક ખાતે ભાજપ દ્વારા લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરાયું હતું. પૂતળા દહન કરી ભાજપ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. ભાજપ કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ નારા લગાવ્યા હતા.