મહેસાણાથી અમદાવાદ તરફ જતી કાર (GJ-01 RL-3878)ના ચાલકે દારૂના નશામાં અને ઓવરસ્પીડમાં વાહન ચલાવતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કલોલ ઇફ્કો સામે આવેલી ખાણીપીણીની દુકાનો પાસે મધરાતે બનેલી ઘટનામાં કાર ચાલકે સર્વિસ રોડ પર ઊભેલી બે ગાડીઓને ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કાર સીધી આગળ જઈને GJ-18 BH-4803 अने GJ-27 EE-7823 नंबरनी ગાડીઓ સાથે અથડાઈ હતી. આ ત્રિપલ અકસ્માતમાં નશામાં ધૂત કાર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્ત ને સારવાર હેઠળ ખસેડાયો.