અંજાર તાલુકાના ખેડોઈ ગામના ગ્રામજનોએ કંડલા-મુન્દ્રા નેશનલ હાઈવેની ખરાબ હાલત અને નશામાં ડ્રાઇવિંગ કરતા ટ્રક ચાલકો સામે આજરોજ સવારે અંદાજિત 11 વાગે અનોખો વિરોધ કર્યો. તેમણે રચનાત્મક ધરણાં યોજી, સૂત્રોચ્ચાર કર્યા અને ડ્રાઈવરોને ફૂલ આપી છાશ પીવડાવી નશામુક્ત અને જવાબદારીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરી. વિશાળ સંખ્યામાં જોડાયેલા ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે હાઈવેનું સમારકામ કરવા અને ઢાબા પર વેચાતા નશીલા પદાર્થો પર અંકુશ લગાવવા માટે તંત્રને રજૂઆત કરી હતી.