નાનાપોંઢા ખાતે આજે વાપી-ધરમપુર રૂટ પર નવી ST બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ નવી સેવા શરૂ થતા સ્થાનિક લોકોને મુસાફરીમાં સહેલાઈ મળશે અને ગ્રામ્ય વિસ્તારોને શહેર સાથે વધુ સારી રીતે જોડાશે. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ લીલી ઝંડી બતાવી બસ સેવાનું લોકાર્પણ કર્યું હતું.