છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા એ દિલ્હી ખાતે કેન્દ્રીય સંચાર અને પૂર્વતર મંત્રી જ્યોતિરઆદિત્ય સિંધિયા સાથે મુલાકાત કરી હતી. સાંસદ જશુભાઈ રાઠવા એ મુલાકાત લઈને છોટાઉદેપુર લોકસભામાં આવતા ગુજરાત અને મધ્યપ્રદેશની સીમા પર આવેલ વિવિધ ગામોમાં મોબાઈલ નેટવર્કની સમસ્યા વર્તાય છે. જે બાબતે મંત્રીને રૂબરૂ અને લેખિતમાં રજૂઆત કરી હતી. સાંસદે રજૂઆત કરતા મંત્રીએ નેટવર્ક સુવિધા ઉપલબ્ધ કરાવવા ખાતરી આપી હતી.