1 સપ્ટેમ્બર ભાદરવા સુદ નોમના રોજ બપોરે 4 વાગે વહિવંચા બારોટના ઈષ્ટદેવ સૂર્યનારાયણ ભગવાનની શોભાયાત્રા નિકળી હતી જે હાટડીયા બજાર,બાલાપીર,અંબાજી માતા,ખારીકુવી,આંબલીચૌટા,રામજી મંદિર,ખોખરવાડા સંઘ,લિંબચ મંદિર,દેસાઇવાડાથી પર સૂર્યનારાયણ મંદિર ખાતે પહોંચી હતી. આ યાત્રામાં વહિવંચા બારોટ સમાજના ખેરાલુ,વડનગર,સિદ્ધપુર અને વિસનગરના લોકો પણ જોડાયા હતા. ભાદરવા સુદ નોમના દિવસે સૂર્યનારાયણની પરિવારસહ મૂર્તિઓ સ્વયંભૂ પ્રગટ થયેલી હોવાથી શોભાયાત્રા નિકળે છે.