ગણેશ ચતુર્થી ને હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે શહેરના તમામ ગણેશ મંડળો દ્વારા ભગવાન ગણેશ જી ની પ્રતિમા ની આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે. ગત રોજ દયાળભાઉ ના ખાંચા ખાતે બિરાજમાન થનાર શ્રી ગણેશ મિત્ર મંડળ ધ્વારા શ્રીજી ની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો ની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.આ યાત્રા દરમિયાન ડીજે ના તાલે ભક્તો ઝૂમી ઊઠ્યા હતા.