સાયબર ફ્રોડ આચરતી ગેંગને બેંક એકાઉન્ટ ભાડે આપનાર પાટણના પૂર્વ જીઆઇરડી જવાન ચિરાગ પ્રજાપતિ સાયબર ક્રાઇમ સેલે ધરપકડ કરી.આરોપીના બેંક એકાઉન્ટ માં 1.61 લાખ ટ્રાન્સફર થયા હતા.શેરબજારમાં ઇન્વેસ્ટ કરાવી ટોળકીએ છેતરપિંડી કરી હતી.6.75 લાખ નું રોકાણ કરાવડાવી શરૂવાત માં વળતર ચૂકવવામાં આવ્યું.જે બાદ વળતર આપવાનું બંધ કરી દેવાયું.રોકાણ કરાવડાવેલ મૂળ રકમ પરત નહીં કરી છેતરપિંડી કરી.મોબાઈલ પણ ટોળકીએ સ્વીચ ઓફ કરી દેતા ફરિયાદ નોંધાવી હતી.