તિલકવાડા નગરના આંબેડકર ચોક વિસ્તારમાં રામદેવપીર બાબાનું મંદિર આવેલું છે આ મંદિરની વર્ષ 2010 માં સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે થી જ આ મંદિર ઉપર ભક્તોની ભારે આસ્થા અને શ્રધ્ધા રહેલી છે દર વર્ષે અષાઢી નેમ ના દિવસે રામદેવપીર ના નેજા ચઢાવીને ભક્તો સાડા ત્રણ દિવસના ઉપવાસ રાખેછે અને બારસના દિવસે મહા આરતી કર્યા બાદ ઉપવાસની પૂર્ણાહુતિ કરવામાં આવતી હોય છે