આજ રોજ સવારે અંદાજિત 11:00 વાગે અંજાર એસ ટી બસ સ્ટેશન મધ્યે અંજારના ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે બે એસ ટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કચ્છ જિલ્લામાં નવી બસો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે તે અંતર્ગત અંજાર ડેપોને બે નવી એક્સપ્રેસ બસ ફાળવવામાં આવી છે.આ બસનો રૂટ અંજારથી ગાંધીધામથી નારાયણ સરોવરથી દ્વારકાનો રહેશે. ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે શ્રીફળ વધારીને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતું.