ભાદરવા સુદ પૂનમના પવિત્ર પર્વ નિમિત્તે મરતોલી, બહુચરાજી જતા પગપાળા સંઘો અને પદયાત્રી ભક્તોની સેવામાં શ્રી કેશર ચેરીટેબલ ટ્રસ્ટ, મહેસાણા સતત 16મા વર્ષે પણ અડીખમ રહ્યું. ટ્રસ્ટ દ્વારા તારીખ 06 સપ્ટેમ્બર, 2025ના રોજ બહુચરાજી રોડ પર એક ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આશરે 50,000થી વધુ પદયાત્રીઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસંગે ખાસ ગોટા-કઢી અને ચાનું આયોજન કરવામાં આવ્યું હતું.