સોમવારના 1 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ વલસાડ એસટી ડેપો ખાતેથી આજરોજ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલના હસ્તે ચાર રૂટની બસનો લીલી જંડી બતાવી રવાના કરવામાં આવી હતી. જેમાં વલસાડ થી દમણ અને વલસાડથી કપરાડા, વલસાડથી ખેરગામ પાર્ટી તેમજ વલસાડથી વેલવાચ માટે જુદા જુદા ચાર સ્થળ માટે બસ ફાળવવામાં આવી છે.