24 ઓગસ્ટના રોજ સવારે 8 વાગે ગઈકાલે વલાસણા નજીક સાબરમતી નદીમાં ફસાયેલા 7 જેટ્લા લોકોને ગાંધીનગર એન.ડી.આર.એફ, ખેરાલુ પ્રાંત અને વડનગર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવી બચાવી લેવામાં આવ્યા છે. ધરોઈથી પાણી છોડાતા રેતી ભરવા ગયેલા લોકો ફસાતા ચકચાર મચી ગઈ હતી અને જિલ્લાભરની બચાવ ટીમો કામે લાગી હતી , કાલે વહેણ વધારે હોવાથી બચાવી શકાયા ન હતા પણ આજે સવારે ફરી ઓપરેશન ચાલું કરી તમામ લોકોને બહાર કાઢી વડનગર સિવિલ ખાતે મોકલવામાં આવ્યા હતા.