બોટાદ જિલ્લામાં બાગાયત વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણની દિશામાં "વૃતિકા સ્ટાઇપેન્ડ યોજના" અંતર્ગત ખાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બોટાદ દ્વારા આ તાલીમ બોટાદ તાલુકાના નાના ભડલા ગામની અનુસૂચિત જાતિના મહિલાઓ માટે યોજવામાં આવી હતી. આ બે દિવસની તાલીમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને ફળ અને શાકભાજી પરીક્ષણની આધુનિક પદ્ધતિઓ વિશે જ્ઞાન અને તાલીમ આપવાનો હતો.