કપરાડાની પારનદી નજીક આવેલી ચેકપોસ્ટથી એલ.સી.બી.એ બાતમી વાળી ઇકોકાર નંબરજી.જે.21એ.કયું.3775 આવતા કારની તલાશી લેતા કારમાંથી બોક્સ નંગ 24 ટીનના અને 684 બોટલ દારૂ મળી આવ્યો હતો જેની કિંમત 2,69,328 નો દારૂ અને ચાલકની અંગ ઝડતી લેતા 5 હજારનો મોબાઇલ અને કાર કિંમત 3 લાખ મળી કુલ 5,74,328 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.