માંડવી કૃષિ મંગલ હોલ ખાતે માંડવી નગર અને તાલુકા ભારતીય જનતા પાર્ટીની સંગઠનની બેઠક આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણીના સંદર્ભમાં મંત્રી કુંવરજીભાઈ હળપતિ અધ્યક્ષ સ્થાને અને બારડોલી ના સાંસદ પ્રભુભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં મીટીંગ યોજાય હતી. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ અને માંડવી તાલુકા પ્રભારી વિકાસભાઈ પટેલ તેમજ સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા આવનારી ચૂંટણી ને અનુલક્ષીને સંગઠન લક્ષી જરૂરી વિસ્તૃત માર્ગદર્શન અપાયું.