વડોદરાની સો વર્ષ જૂની ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિમિટેડની મુલાકાતે આજરોજ વડોદરા શહેરના જેલ અધિક્ષક ઉષા રાડા પહોંચ્યા હતા. તેઓ ગુજરાત પુસ્તકાલય મંડળના,સંસ્થા વસાહત ખાતે આવેલા પુસ્તક ભંડારમાં વિવિધ વિષયોના પુસ્તકો જોઈ ખૂબ જ ખુશ થયા હતા. તેઓએ પુસ્તકાલયની પ્રવૃત્તિ વિશે જાણી ખુશી વ્યક્ત કરી હતી.