ભીલોડા તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદ ખાબક્યો છે.વહેલી સવારથી જ ભીલોડા તથા આસપાસના વિસ્તારોમાં ઝાપટાં વરસ્યા હતા.વરસાદી પાણી રસ્તાઓ પર ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ભીલોડામાં કુલ ૩૭ મીમી વરસાદ નોંધાયો હતો.વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેતી પાકને ફાયદો થવાની આશા છે.