ભાણવડમાં આજે 12 ઓગસ્ટના રોજ તિરંગા યાત્રા યોજાઈ રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજ્વણીના ભાગરૂપે ભાણવડ તાલુકામાં આજરોજ 12 ઓગસ્ટના તિરંગા યાત્રાનું આયોજન કરેલ જેમાં એસ. ટી. બસ સ્ટેશનથી શરૂ કરી તાલુકા સેવા સદન સુધી યોજાઈ હતી ભાણવડના મામલતદાર સહિત અધિકારીઓ વિવિધ સંસ્થાઓ, આગેવાનો, સભ્યો અને નાગરિકો,આરોગ્ય વિભાગ, આંગવાડી વિભાગ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યાત્રામાં જોડાયા હતા.