ગતરોજ આદિપુરમાં આવેલી તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સના પ્રિન્સિપાલ પર એક વિધાર્થીએ હુમલો કરતાં કોલેજ કેમ્પસમાં ભારે તણાવનો માહોલ સર્જાયો હતો. વાતચીત દરમિયાન વિધાર્થીએ અચાનક પ્રિન્સિપાલને તમાચો મારતાં આ ઘટના બની હતી, જેનો CCTV ફૂટેજ પણ વાયરલ થયો છે. આ ઘટનાના વિરોધમાં આજરોજ મોટી સંખ્યામાં વિધાર્થીઓ કોલેજ કેમ્પસમાં એકઠા થયા હતા અને બાદમાં 500થી વધુ વિધાર્થીઓ આદિપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી.