આજે તારીખ 12/09/2025 શુક્રવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં લીમડી ગ્રામ પંચાયત ખાતે ICDS હેઠળ આંગણવાડી બહેનો દ્વારા મીલેટ અને THRમાંથી પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.આ સ્પર્ધાનું આયોજન CDPOના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય સેવિકાની હાજરીમાં કરવામાં આવ્યું હતું.સ્પર્ધામાં ઝાલોદ ઘટક-2ના વરોડ સેજાના આંગણવાડીના બહેનો દ્વારા મીલેટ અને THR આધારિત પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરી રજૂ કરી હતી.સરપંચ અને ગ્રામ પંચાયત સ્ટાફે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી.