આજરોજ તા. 08/09/2025, સોમવારે સાંજે ચાર વાગે મળેલી માહિતી અનુસાર વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા ધોળકા તાલુકાના નદી કાંઠાનાં આંબલીયારા, સાથળ, સહીજ, ખાત્રીપૂર, વૌઠા વટામણ સહિતના ગામોમાં પૂરના પાણી ફરી વળ્યાં હતા. સીમ વિસ્તારમાં જળબંબાકાર સ્થિતિનું નિર્માણ થતાં ખેતપાકને અસર થઈ છે. ધોળકા - સરખેજ હાઇવે પર ભાત - બદરખા ગામો પાસે રોડ પર પાણી આવી જતા વાહન વ્યવહારને અસર થઈ હતી.