અરવલ્લી જિલ્લામાં આજે ફરી વરસાદી માહોલ છવાયો હતી.શામળાજી-મોડાસા હાઈવે પર ધોધમાર વરસાદ વરસતા માર્ગ પર પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ.ખોડંબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારું વરસાદ નોંધાયો હતો.બે દિવસના વિરામ બાદ પડેલા વરસાદથી લોકોએ ભારે ગરમી અને ઉકળાટમાંથી રાહતનો અનુભવ કર્યો છે.વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં જનજીવનમાં તાજગી છવાઈ છે.