વડોદરા : પ્રો.માણિકરાવ જુમ્માદાદા વ્યાયામ મંદિરમાં ગણેશજીની સ્થાપનાનું 125મું વર્ષ છે.લોકમાન્ય ટિળકજીના આ રાષ્ટ્રીય એકીકરણ પ્રોગ્રામમાં ગુજરાતના વડોદરામાં પ્રથમ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ હોય તો એ પ્રો.માણિકરાવ જુમ્માદાદા વ્યાયામ મંદિરમાં થયેલ છે.ખાસ કરીને લોકમાન્ય ટિળકજીએ સયાજીરાવ ગાયકવાડ જોડે વાત કર્યા બાદ સંસ્થાના સંસ્થાપક શ્રી જુમ્મા દાદાજીને પણ કરી હતી.1895માં ટિળકજી વડોદરા આવી આ વિચાર જુમ્મા દાદાજીને કરતા 1901માં સ્થાપના થઈ હતી.