સુરતમાં આજે સવારે એક અજીબ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ઉધનામાં રસ્તાની બાજુમાં આવેલા રોકડિયા હનુમાન મંદિરમાં એક ટ્રેલર ધડાકાભેર ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં મંદિરને નુકશાન થયું છે, જોકે સદ્ભાગ્યે આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.ઘટના આજે સવારે ૮ વાગ્યાની આસપાસ બની હતી. ટ્રેલર મંદિર સાથે ટકરાતા જોરદાર અવાજ આવ્યો હતો, જેના પગલે સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.